Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં 58 કેસ, 21 બાળકનાં મોત

Live TV

X
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી 4 વર્ષના બાળકનું મોત, 5 બાળક ICUમાં દાખલ

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે. આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાઈરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં મહાલક્ષ્મીનગરમાં રહેતા 4 વર્ષના બાળકની 18 જુલાઈથી શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની સારવાર ચાલી રહી હતી, જોકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલમાં હાલમાં 7 બાળક સારવાર હેઠળ છે, જેમાં 5 બાળક આઈસીયુમાં દાખલ છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. ચાંદીપુરા વાઈરસને લઈને સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાઈરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે. આરોગ્યની ટીમ દ્વારા અત્યારસુધીમાં કુલ 15414 ઘરમાં કુલ 87486 વ્યક્તિનાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. કુલ 4340 કાચાં મળેલાં ઘરોમાંથી તમામમાં મેલાથિયોન પાઉડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply