ડાંગ જિલ્લાના વઘઇમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજી
Live TV
-
દુ:ખ વ્યક્ત કરતા આરોપીને કડક સજા આપવા માટે માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી.
કઠુઆ અને ઉન્નાવની દુષ્કર્મની ઘટનાએ આખાય દેશની ચેતનાને ઝંઝોળી દીધી છે. લોકો આરોપીને કડક સજા અપાય તે માટે કેન્ડલ માર્ચ અને રેલી યોજી રહ્યાં છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઇમાં પણ લોકોએ કેન્ડલમાર્ચ યોજીને ઘટના અંગે દુખ વ્યક્ત કરતા આરોપીને કડક સજા આપવા માટે માંગણી કરી હતી. રેલી વઘઇની મેઇન બજારમાં ફરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગાંધીબાગમાં કેન્ડલ પ્રગટાવીને મૃતક પીડિતાને શ્રદ્ધાંજલિ આપીને 2 મિનિટનું મૌન પાળ્યું હતું તેમજ સખત કાર્યવાહીની માંગણી કરી હતી.