સુરેન્દ્રનગર : કાર્બોસેલ, ફાયર ક્લે, સિલિકાસ, સેન્ડ સ્ટોન, લીઝ ધારકો માટે માર્ગદર્શન મીટીંગ યોજાઈ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનનની પ્રવૃતિઓ દરમિયાન થતાં અકસ્માતો અટકાવવા માટે થાનગઢ તાલુકાના અને સાયલા તાલુકાના કાર્બોસેલ ફાયર કલે, સિલિકાસ, સેન્ડ સ્ટોન, લીઝ ધારકો માટે માર્ગદર્શન મીટીંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં અમદાવાદ, માઈન સેફ્ટી ડાયરેકટર આર.કે સીંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ લીઝ ધારકોને પ્રેઝન્ટેશન મારફતે માઈન્સ એક્ટ વિશે જાણકારી આપી હતી. તેમજ લીઝ ધારકો માટે લેબર આઇડેન્ટીફિકેશન નંબર અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય, તે બાબતે વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં, માઈન્સમાં લેબર માટે કેટલી કેટલી સુવિધાઓ હોવી જોઈએ? કોઈ અકસ્માત થાય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવી પડે? તે બાબતે પણ વિગતવાર જાણકારી આપી હતી. તદુપરાંત, આ મિટિંગમાં તમામ લીઝ ધારકોને રજીસ્ટ્રેશનની કાર્યવાહી જલ્દીથી પૂર્ણ કરવાની પણ સુચના આપવામાં આવી.