કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો લીધો નિર્ણય , જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગ નામના નવા જિલ્લા બનશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં માહિતી આપી નવા પાંચ જિલ્લાની જાહેરાત કરી હતી
કેન્દ્રશાષિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જીલ્લાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ઝાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગ નામના પાંચ જીલ્લાઓ બનશે.ગૃહમંત્રી અમિત શાહએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને આગળ લઇ જતું આ એક પગલું છે.ગૃહ મંત્રાલયએ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે.આ નવા જિલ્લાના દરેક ખૂણે-ખૂણે શાસનને મજબૂત કરીને લોકો માટે બનાવેલા લાભોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે લખ્યું કે, “વિકસિત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારતા, ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગ નામના નવા જિલ્લાઓ દરેક ખૂણે શાસનને મજબૂત કરીને લોકોને તેમના ઘરઆંગણે લાભ અપાવશે. મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા પ્રતિબદ્ધ છે. “