Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Live TV

X
  • માં 25 ઓગસ્ટે યોજાયેલી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી

    જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આજરોજ જાહેર કરવામાં આવેલી તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 15 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી માટે 10 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે 19 બેઠકો પર તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

    ભાજપે પમ્પોરથી એન્જિનિયર સૈયદ શૌકત ગાયુર અંદ્રાબી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, શોપિયાથી જાવેદ અહેમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની, અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહત, કિશ્તવાડથી શગુન પરિહાર, ભદરવાહથી દિલીપ સિંહ પરિહાર, ડોડાથી ગજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. રાણા, રામબનથી રાકેશ ઠાકુર, બનિહાલથી સલીમ ભટ્ટ, હબ્બકાદલથી અશોક ભટ્ટ અને રિયાસીથી કુલદીપ રાજ દુબેને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

    પાર્ટીના અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, ભાજપે શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી રોહિત દુબે, બુધલથી ચૌધરી ઝુલ્ફીકાર અલી, મેંધરથી મુર્તઝા ખાન, નગરોટાથી દેવિંદર સિંહ રાણા, જમ્મુ પશ્ચિમથી અરવિંદ ગુપ્તા, જમ્મુ ઉત્તરથી શામ લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. અને અખનૂરથી મોહન લાલ ભગત અને છાંબથી રાજીવ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 25 ઓગસ્ટે યોજાયેલી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન અંતર્ગત 18 સપ્ટેમ્બરે 24 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કા હેઠળ 25 સપ્ટેમ્બરે 26 બેઠકો પર મતદાન થવાનું છે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે 40 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply