અમદાવાદ સિંધી સમાજ આયોજિત 11મા સમૂહ લગ્નમાં CMની હાજરી
Live TV
-
સમૂહલગ્ન એ માત્ર બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવારોનું પણ મિલન છે-CM
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, લગ્ન એક સંસ્કાર છે. આપણી સંસ્કૃતિમાં તેનું આગવું મહત્વ છે ત્યારે નવદંપતિ વચ્ચે જેટલી સમજ અને સરળતા હશે તેટલું લગ્નજીવન વધુ સફળ બનશે. અમદાવાદ સિંધી સમાજ આયોજિત 11મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ, 50 નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. અમદાવાદના મણિનગર ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં બોલતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના જમાનામાં ખર્ચાળ લગ્નો કરવા કરતાં સમૂહલગ્ન દ્વારા ખર્ચા બચાવવા જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમૂહલગ્ન એ માત્ર બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવારોનું પણ મિલન છે.