અમરેલીની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ
Live TV
-
કેન્દ્રિય રાજ્ય મંત્રી પરૂષોતમ રૂપાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમાં અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાયો હતો
કેન્દ્રિય રાજ્ય મંત્રી પરૂષોતમ રૂપાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમાં અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાયો હતો. અમરેલીના દિલીપ સંઘાણી હોલ ખાતે પરૂષોતમ રૂપાલાએ દીપ પ્રાગ્ટય કરીને પાસપોર્ટ સેવાનો પ્રારંભ કર્યો હતો. પાસપોર્ટ સેવાના શુભારંભના અવસરે પાસપોર્ટ ઓફિસર નીલમ રાણીજી કલેકટર આયુષ જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા મહામંત્રી કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી રૂપાલા જી તથા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના લોકોએ પહેલા પાસપોર્ટ માટે રાજકોટ જવું પડતું હતું. પરંતુ હવે અમરેલી પોસ્ટઓફિસમાંથી પાસપોર્ટ મળતાં લોકોને હવે અમદાવાદ કે રાજકોટ સુધી લાંબુ નથી થવું પડે.