આજે શરદપૂર્ણિમાં , કેટલાક સ્થળોએ ગઈકાલે જ દૂધપૌંઆની પ્રસાદી અને ગરબા યોજાયા
Live TV
-
શરદપૂર્ણિમાને કાજુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે
શરદપૂર્ણિમાની તિથિ અંગે મતમતાંતરના લીધે અનેક સ્થળે આજે બપોર સુધી જ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે અનેક સ્થળે ગઈ કાલે રાત્રે જ દૂધ પૌંઆની પ્રસાદી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌંઆ પૂનમ ઉજવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ માતાજીની આરતી કરી હતી. આ ઉજવણીમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ જોડાઈને ગરબે ઘૂમ્યા હતા. મધ્યરાત્રિએ 12.00 ના ટકોરે નીજ મંદિરમાં માતાજીને દૂધપૌંઆનો ભોગ ચઢાવી કપૂર આરતી કરાઈ હતી અને શીતળ ચાંદનીમાં ધરાવાયેલા 800 કિલો જેટલા દૂધ-પૌઆના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શરદપૂર્ણિમાને કાજુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શીતળ ચાંદનીમાં મૂકેલા પૌંઆને ઔષધ માનવામાં આવે છે, જેનાથી શરીરની નકારાત્મક ઊર્જા દૂર થતી હોવાની માન્યતા છે.