કર્ણાટક સંઘ અને કર્ણાટક સરકારના કન્નડ અને કલ્ચર વિભાગના સહયોગથી ગરબા મહોત્સવ આયોજન કરાયું
Live TV
-
છેલ્લાં વીસ વર્ષોથી કાર્યરત અમદાવાદ કર્ણાટક સંઘ તેના નેજા હેઠળના જુદા જુદા 17 સંઘોના સમૂહ દ્વારા તથા કર્ણાટક સરકારના કન્નડ અને કલ્ચર વિભાગના સહયોગથી ગરબા મહોત્સવ યોજાયો
ગુજરાતમાં છેલ્લા ચાલીસ કરતાં વધુ વર્ષથી વિવિધ પ્રાંતનાં લોકો વસેલા છે. અમદાવાદમાં પણ કર્ણાટકથી આવેલા વિવિધ જાતિના લોકો સ્થાયી થયેલા છે. છેલ્લાં વીસ વર્ષોથી કાર્યરત અમદાવાદ કર્ણાટક સંઘ તેના નેજા હેઠળના જુદા જુદા 17 સંઘોના સમૂહ દ્વારા તથા કર્ણાટક સરકારના કન્નડ અને કલ્ચર વિભાગના સહયોગથી ગરબા મહોત્સવ યોજે છે. આ વર્ષે પણ ગરબા મહોત્સવ 2018નું વસ્ત્રાલ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ ગરબા મહોત્સવમાં કર્ણાટકથી આવી અહીં અમદાવાદમાં વસેલા જુદી જુદી જ્ઞાતિના લોકોએ પરીવાર સાથે ઉપસ્થિત રહી ગરબાનો આનંદ માણ્યો હતો.