ગતરાત્રીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું આકસ્મિક અવસાન થયું
Live TV
-
મદનલાલ ખુરાનાએ 1993થી 1996 દરમિયાન દિલ્હીનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું અને અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ સરકારમાં તેમણે મંત્રીપદ પણ સંભાળ્યું હતું
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું શનિવારે રાતે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેમના અંતિમસંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા. આજે તેઓ 82 વર્ષના હતા. ગઈરાતે 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મદનલાલ ખુરાનાએ 1993થી 1996 દરમિયાન દિલ્હીનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ સરકારમાં તેમણે મંત્રીપદ પણ સંભાળ્યું હતું. 2004માં. તેમની નિમણૂંક રાજસ્થાનના રાજ્યપાલ પદે થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. મદનલાલ ખુરાનાના નિધન તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને ડોક્ટર હર્ષવર્ધને પણ ટ્વીટ પર દિવંગત નેતાને શ્રધ્ધાંજલિ આપી હતી.