મહીસાગરના લુણાવાડામાં દિવાળી માટે દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા દિવડાની પ્રદર્શની યોજાઈ
Live TV
-
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રકાશના પર્વ દિવાળી માટે દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા દિવડાની પ્રદર્શની યોજાઈ હતી
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રકાશના પર્વ દિવાળી માટે દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા દિવડાની પ્રદર્શનની યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને દિપ પ્રાગટ્ય કરીને પ્રદર્શની ખુલ્લી મૂકી હતી. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા હેતુ યોજાયેલા આ પ્રદર્શનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો પ્રદર્શનની નિહાળવા પહોંચ્યા હતા. નોંધનિય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી હેત નામની સંસ્થા દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે સતત કાર્યશીલ છે. જે દિવ્યાંગ બાળકોને વિવધ પ્રવૃત્તિઓની તાલીમ આપીને પ્રશિક્ષિત કરીને દિવ્યાંગ બાળકોની પ્રતિભાને ખીલવવાનું કાર્ય કરે છે. આકર્ષક દિવડાંને જોઈને લોકોએ પણ દિવ્યાંગ બાળકોની કલાકારીગરીને વખાણી હતી.