મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ અંગે સુપ્રિમ કોર્ટે આપ્યો નોંધપાત્ર ચુકાદો
Live TV
-
દિવ્યાંગ વિદ્યાર્થીને ફીજીકલ હેન્ડીકેપ ક્વોટામાં એડમિશન મળવું જોઈએ તેવો ચુકાદો આપે છે સુપ્રિમ કોર્ટ
અડગ મનના માનવી કોઈપણ વિપરીત પરિસ્થિતિને પોતાની તરફેણમાં બદલીને પોતાના લક્ષની દિશામાં આગળ વધે છે, તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના છ બહેનના ભાઈ એવા ગણેશ બારિયા 96 સેન્ટીમીટરની ઉંચાઈ ધરાવે છે. ધોરણ-12માં તેઓ 87 ટકા માર્ક મેળવી મેડિકલમાં પ્રવેશ ઈચ્છતા હતા પરંતુ તેઓ 72 ટકા કરતા વધુ દિવ્યાંગ હોવાના કારણે તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, તેમણે પ્રથમ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. સુપ્રિમ કોર્ટે આ વિદ્યાર્થીને ફીજીકલ હેન્ડીકેપ ક્વોટામાં એડમિશન મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો છે. આમ ગણેશ બારિયા આવતા વર્ષે આ ચુકાદા અનુસાર મેડિકલમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવી શકશે.