સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ડેમોના વીજ મથકો શરૂ થતાં ડેમમાં પાણીની આવકમાં વધારો થયો
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ડેમોના વીજ મથકો શરૂ થતાં ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 28267 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા બંધની જળ સપાટી 24 કલાકમાં 20 સેમી વધીને 128.04 મીટરે પહોંચી છે. હાલ મુખ્ય કેનાલમાંથી 6578 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી ભરવા ગોડબોલે ગેટમાંથી 1123 ક્યુસેક પાણી છોડાયું હતું. કેનાલહેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે. દરમિયાન 31 ઓક્ટોબર બાદ ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીમાં વધારો કરાશે.