સેલવાસમાં થાય છે દિવ્યાંગોનો ઉત્સાહ વધારતી પ્રવૃત્તિઓ
Live TV
-
દિવ્યાંગો બનાવે છે કલાત્મક વસ્તુઓ અને મેળવે છે આવક
સેલવાસ સચિવાલય ની સામે ,રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત ,જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર માં ,હાલ માં ,274 બાળકો ભણે છે ,તેઓને ભણતર સાથે ,વિવિધ ઈતર પ્રવૃત્તિ શીખવવા માં આવે છે, જેથી તેમની અંદર રહેલ કુદરતી શક્તિને ,ખીલવી શકાય. દિવાળી ના તહેવાર નિમિતે ,આ બાળકો એ ,પોતાના હાથે કલાત્મક રંગ બેરંગી દીવડાઓ, ફ્લાવર વાઝ, કલાત્મક મીણબત્તી ,અને ગ્રીટિંગ્સ કાર્ડ ,અને ઘર સજાવટની વસ્તુઓ બનાવી ,તેનું કલેકટર કચેરી ની બાજુમા ,સ્ટોલ લગાવી ,વેચાણ કરવામાં આવે છે. જેનાથી ,બાળકોનો ઉત્સાહ વધે છે ,અને તેમને, પૂરતું વળતર મળી રહે છે.