ભારત-શ્રીલંકા વન-ડે મેચ: શ્રીલંકાએ 9 વિકેટના નુકશાને 263 નો ટાર્ગેટ આપ્યો
Live TV
-
આજે બપોરે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં 3:00 કલાકે શરુ થયેલી ભારત - શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગના અંતમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકાએ નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 262 રન કર્યા હતા.
આ મેચમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને ભારતને સૌપ્રથમ સફળતા યજુવેન્દ્ર ચહલે અવીશ્કા ફરનાન્ડોને 32 રન પર આઉટ કરીને અપાવી હતી. શ્રીલંકા તરફથી ચામિકા કરુણારત્ને 43 રન, કેપ્ટન દસુન શનાકા 39 રન, ચરીથ અસલંકા 38 રન કર્યા હતા. જ્યારે ભારત તરફથી કુલદિપ યાદવ, દિપક ચહર અને યજુવેન્દ્ર ચહલે 2- 2 વિકેટ ઝડપી હતી. બંને ટીમો પાસે ટી-20 વર્લ્ડકપ પહેલા મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ખેલાડીઓની ક્ષમતા પારખવાનો આ સોનેરી મોકો છે. ત્યારે હવે બીજી ઇંનિંગમાં ભારત શ્રીલંકા દ્વારા નિર્ધારિત કરેલા 263 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરશે.