ફિલ્મ 'RRR'ના અભિનેતા રામ ચરણ અને પિતા ચિરંજીવી નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા
Live TV
-
ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર 'RRR' ફિલ્મના અભિનેતા રામ ચરણે આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રામ ચરણે ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની સાથે તેમના પિતા ચિરંજીવી પણ હાજર હતા. ગૃહમંત્રી અમિત શાહે તેમને ઓસ્કાર એવોર્ડ જીતવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
95મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર્સ 2023માં આ વખતે ભારતીય સિનેમાનો દબદબો જોવા મળી રહ્યો છે અને તેને લઈનો સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. હોલિવુડથી લઈને બોલિવુડ અને સાઉથના પણ ઘણા સેલિબ્રિટીઝ રેડ કાર્પેટમાં જોવા મળ્યા છે. બોલિવુડની દિપીકા પાદુકોણ આ વર્ષે ઓસ્કરમાં પ્રેઝન્ટેટર તરીકે જોવા મળી હતી. સાથે આ જ વર્ષે ભારતની RRR ફિલ્મ અને બીજી 2 ફિલ્મો નોમિનેટ થઈ છે. બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે RRR ફિલ્મનું 'નાટુ-નાટુ' ગીત, 'ઓલ ધ બ્રેથ્સ' ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' ધ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી માટે નોમિનેટ થઈ હતી. જેમાંથી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી તરીકે ઓસ્કરનો એવોર્ડ જીત્યો છે. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' એ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી છે, જેમાં ત્યજી દેવાયેલા હાથી અને તેની સંભાળ રાખનારાઓ વચ્ચેના અતૂટ બંધન વિશેની વાત છે. તે ગુનીત મોંગા દ્વારા નિર્મિત કરવામાં છે અને કાર્તિકી ગોન્સાલ્વિસની પ્રથમ ફિલ્મ છે. તેમનું માનવું છે કે ભારતીય વાર્તાઓમાં વિશ્વમાં છાપ પાડવાની ક્ષમતા છે.
'RRR' ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક ચોઈસ એવોર્ડ ફોર ફોરેન લેંગવેજ ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો અને હવે ઓસ્કર 2023માં પણ બેસ્ટ ઓરિજીનલ સોંગનો એવોર્ડ જીતીને ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. RRR ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ રીલિઝ થઈ હતી અને ફિલ્મના 'નાટુ નાટુ' ગીતની વાત કરીએ તો આ ગીતને એમ એમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે, જ્યારે ચંદ્રબોઝે ગીતને લખ્યું છે અને રાહુલ સિપ્લીગુંજ અને કાલા ભૈરવાએ આ ગીતને ગાયું છે. ઓસ્કર 2023ના સમારોહમાં પણ આ ગીત પર બંને સીંગરોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.
