અંજલીબહેન રૂપાણીએ કન્યા પૂજા કરી કન્યા કેળવણીનો સંદેશ આપ્યો
Live TV
-
રાજકોટના તુલસી બાગ આંગણવાડીમાં કન્યા પૂજનનું આયોજન
રાજકોટના તુલસી બાગ આંગણવાડીએ કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.નવમી નોરતાએ કન્યા પૂજનનું મહત્વ હોય છે ત્યારે સીએમ ના પત્ની અંજલીબહેન રૂપાણીએ કન્યા પૂજા કરી કન્યા બચાવવા અને કન્યા કેળવણી માટે એક સંદેશો આપ્યો હતો. આજરોજ "બેટી બચાવ બેટી પઢાવ " અંતર્ગત કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા.રાજ્યની 52 હજાર આંગણવાડીમાં કન્યા પૂજન નો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટની અલગ અલગ આંગણવાડીઓ માં રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ના પત્ની અંજલીબહેન રૂપાણીએ વિધિવત તમામ નાની બાળાઓનું પૂજન કર્યું હતું.
