અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Live TV
-
અમદાવાદશહેરની બે જાણીતી સ્કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચ, ડીપીએસ બોપલ અને સેન્ટ ઝેવિયર્સ લોયોલાને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.
અમદાવાદશહેરની બે જાણીતી સ્કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચ, ડીપીએસ બોપલ અને સેન્ટ ઝેવિયર્સ લોયોલાને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.આ સાથે સાયબરની ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. ધમકી મળતા વાલીઓને જાણ કરીને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા છે.
ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ હતી. જે અડધો કલાક પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે.
ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છે. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ છે. બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ રહી છે. તો ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે.
શાળાને આ ધમકીભર્યા મેઇલ આવતાની સાથે વાલીઓમાં પણ ચિંતા પ્રવર્તી છે. તેઓ કોઈપણ વિલંબ વગર પોતાના બાળકોને લેવા માટે શાળામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ શાળાનું તંત્ર પણ સાબદું બન્યું છે અને બાળકોને સલામત રીતે વાલીઓ સાથે પહોંચાડી રહ્યા છે.
