અરવલ્લી: ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Live TV
-
અરવલ્લી: ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર થઈ છે. ગઈકાલે બપોર બાદ શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સૌથી વધુ વરસાદ ધનસુરા અને મેઘરજ તાલુકામાં નોંધાયો હતો.
ધનસુરામાં ત્રણ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ધનસુરામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો જે મોડી રાત સુધી ધોધમાર વરસ્યો. આશરે ત્રણ ઇંચ જેટલા વરસાદને કારણે ધનસુરા નગરના બજાર, બસ સ્ટેન્ડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી. આ સાથે જ ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
મેઘરજમાં પણ દોઢ ઈંચ વરસાદ
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં પણ વરસાદનું આગમન થયું હતું. અહીં આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરામાં પડ્યો હતો. વરસાદ આવવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
