આજે વિશ્વ સિંહ દિવસ, ગીરના સિંહો છે ભારત દેશનું ગૌરવ
Live TV
-
આજે વિશ્વ સિંહ દિવસ છે. એશિયાટિક સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. ગુજરાતના એક માત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટીક સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. વિશ્વભરમાંથી અનેક લોકો સાસણગીરની મુલાકાતે આવે છે.
જેના માટે સફારી પાર્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહની સાથે અન્ય વન્ય જીવો જોવાનો લ્હાવો પણ સહેલાણીઓને મળી રહે છે. સાસણગીર, કેવળિયા પાર્ક સિવાય ,ધારી, આંબરડી, સફારી પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત જ નહીં પણ દેશની આન, બાન અને શાન સમા એશિયાટીક લાયન ખરેખર આપણું ખમીર છે.
