ઉકાઈ ડેમની જળસપાટી 345 ફૂટે પહોંચી
Live TV
-
ડેમ ભયજનક સપાટીએ પહોંચી જતા તંત્ર એલર્ટ
રાજ્ય માં વરસેલા સારા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ કહેવાતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 345 ફુટે પહોંચી ગઈ છે. ડેમ માં પાણીની આવક અને જાવક 16 હજાર 561 ક્યુસેક છે. ડેમમાંથી હાઈડ્રો પાવર સ્ટેશન અને નહેરમાં 15 હજાર 561 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ડેમ તેની ભયજનક સપાટીએ પહોંચી જતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વર્ષ 2006 બાદ ફરીથી આ વખતે ડેમની સપાટી 345 ફુટે પહોંચી છે. જેના કારણે આગામી વર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ઉકાઈ ડેમનું પાણી આશીર્વાદ રૂપ બનશે.
