Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સપરિવાર માં અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા

Live TV

X
  • સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે યાત્રિકોની સાથે સાથે હવે રાજકીય નેતાઓ પણ મા અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સહપરિવાર મા અંબાના દર્શનાર્થે પહોંચ્યાં હતા.

    મંદિર ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રદીપસિંહ જાડેજાએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે તેમજ જિલ્લા પોલીસ વડાએ ગૃહમંત્રીને સ્મૃર્તિ ચિન્હ સ્વરૂપે યંત્રની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.

    ગૃહમંત્રીએ અંબાજી મંદિરને હાલ સુવર્ણમય બનાવવાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ભાદરવી પૂનમના મેળાને લઈને ગૃહમંત્રીએ જણાવ્યું કે, હાલ ત્રણ મંત્રીઓની ટીમ બનાવી છે જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપશે ત્યાર બાદ મેળો યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply