દીવઃ નાગવા ખાતે સ્વયં સહાય જુથની બહેનો માટે સિવણ તાલીમનો શુભારંભ
Live TV
-
દીવઃ નાગવા ખાતે સ્વયં સહાય જુથની બહેનો માટે સિવણ તાલીમનો શુભારંભ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા સમાજના હોલ ખાતે સિવણ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સ્વયં સહાય જુથની બહેનો માટે દીવ કલેકટર ભાનુ પ્રભાના માર્ગદર્શન તથા ચીફ ઓફિસર સર અને બીડીઓ ઓફિસર ધર્મેશ દમણિયાના આદેશથી સિવણ ક્લાસ વર્ગ ચાલુ કરવામાં આવ્યો જેનો ઉદ્ધાટન સમારોહ યોજાયો.
સમારોહ દરમિયાન જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ લક્ષ્મીબેન મોહનભાઈ, શાન્તુ ભાઈ, ઉદ્ધાટન સમારોહ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ સિવણ ક્લાસ એક મહિના સુધી ચાલશે જેમાં 30 જેટલી બહેનો સિલાઈ તાલીમનો લાભ લેશે. કાર્યક્રમને સફળ બનાવવા બ્લોક પ્રોગ્રામ ઓફિસર મયુર કોડી, NRLM ના મિનાક્ષી બેન ગઢવી તથા નવનીત બામણીયાએ જહેમત ઉઠાવી હતી.
