Skip to main content
Settings Settings for Dark

દીવમાં 'ફાયર સેફ્ટી વીક 2026'ની ઉજવણી: નાગરિકોને 'સચેત' રહેવા અને સુરક્ષાના નિયમો અપનાવવા અનુરોધ

Live TV

X
  • દીવમાં 'ફાયર સેફ્ટી વીક 2026'ની ઉજવણી: નાગરિકોને 'સચેત' રહેવા અને સુરક્ષાના નિયમો અપનાવવા અનુરોધ

    દીવ જિલ્લા કલેક્ટર રાહુલદેવ બુરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં 'ફાયર સેફ્ટી વીક 2026' અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ શ્રેણીના ભાગરૂપે દીવ નગર પાલિકા ખાતે એક વિશેષ તાલીમ અને માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આપત્તિ વ્યવસ્થાપન અને આગથી બચાવની તાલીમ

    કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના અધિકારી પંકજ માયાવંશી અને ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર માધવ હાથીએ ઉપસ્થિત સ્ટાફ અને નાગરિકોને આગના વિવિધ પ્રકારો વિશે ટેકનિકલ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે ગભરાવાને બદલે કેવી રીતે ધૈર્યપૂર્વક બચાવ કામગીરી કરવી જોઈએ.

    આગ ઓલવવા માટેના સાધનોનો ઉપયોગ અને જીવન બચાવવાની પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન, આપત્તિના આગોતરા સંકેતો મેળવવા માટે સરકારની 'સચેત' (Sachet) એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કટોકટીના સમયે ત્વરિત મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

    મહાનુભાવોની ઉપસ્થિતિ

    આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ હરેશભાઇ કાપડિયા સહિતના અગ્રણીઓ અને પાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આવી તાલીમથી માત્ર સ્ટાફ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ સુરક્ષિત બની શકશે અને જાન-માલનું નુકસાન ઘટાડી શકાશે. "સુરક્ષા એ માત્ર જવાબદારી નથી, પણ આપણી આદત હોવી જોઈએ. 'સચેત' એપ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી આપત્તિ સામે સુરક્ષિત રહીએ."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply