દીવ હોટેલ એસોસિયેશન દ્વારા ફુડ સેફ્ટી અને કુકિંગ વર્કશોપનું સફળ આયોજન
Live TV
-
દીવ હોટેલ એસોસિયેશન દ્વારા ફુડ સેફ્ટી અને કુકિંગ વર્કશોપનું સફળ આયોજન
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ દીવ હોટેલ એસોસિયેશન દ્વારા તાજેતરમાં ફુડ સેફ્ટી (ખાદ્ય સુરક્ષા) અને કુકિંગ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વાનગીઓ સંબંધિત ગુણવત્તા અને સલામતી અંગે જાગૃત કરવાનો હતો.
મુખ્ય વિષયો પર વિસ્તૃત જાણકારી
આ તાલીમ સત્ર દરમિયાન સહભાગીઓને વાનગીઓ તૈયાર કરવા અને પીરસવામાં ફુડ સેફ્ટી જાળવવા પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વ્યાવસાયિકોને ગ્રાહકોને સુરક્ષિત અને સ્વસ્થ આહાર પીરસવા માટેના નિયમો અને પ્રક્રિયાઓ, વાનગીઓના સ્વાદ અને ગુણવત્તાને જાળવી રાખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ,ખાદ્ય પદાર્થો પરના લેબલને સમજવા અને તેનું મહત્વ, ફુડ અને રો-મટીરીયલ (કાચો માલ) ને કેટલા સમય સુધી અને કેવી રીતે યોગ્ય રીતે સ્ટોર કરવો, ખાદ્ય પદાર્થોમાં વાપરવામાં આવતા રંગોનો સુરક્ષિત ઉપયોગ, રસોડા અને પીરસવાના વિસ્તારોમાં સ્વચ્છતાના ધોરણો જાળવવા અંગે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન મળ્યું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ મહત્વપૂર્ણ તાલીમ દરમિયાન હોટેલ એસોસિયેશન દીવના પ્રમુખ અને એક્ઝ્યુકેટીવ મેમ્બર યતિન ફ્રુગ્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્કશોપના આયોજનની સરાહના કરી અને દીવના હોટેલ ઉદ્યોગમાં ગુણવત્તા અને સલામતીના ધોરણો જાળવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
આ પ્રકારના વર્કશોપ દીવના પ્રવાસન ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે પ્રવાસીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરે છે.
