Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ક્રેડાઈ અમદાવાદ–GIHEDના ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ’કોન્કલેવમાં ઉપસ્થિત

Live TV

X
  • અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ’ કોન્કલેવ યોજાયો હતો. ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા 20મા પ્રોપર્ટી ઓલિમ્પિયાડ અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ’ કોન્કલેવ યોજાયો હતો.

    ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા 20મા પ્રોપર્ટી ઓલિમ્પિયાડ અંતર્ગત આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતર્ગત આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોન્કલેવમાં શહેરના ભાવિ વિકાસ, શહેરી આયોજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના પડકારો તથા શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે QCIના પ્રેસિડેન્ટ જક્ષય શાહ તથા ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ  શેખર પટેલે નાયબ મુખ્યમંત્રી સાથે સંવાદ સાધ્યો હતો.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના વિકાસ માટે રાજ્ય સરકારના વિઝન અંગે વાત કરતા અર્બન ડેવલપમેન્ટમાં મોબિલિટીની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા સતત કાર્ય કરી રહી છે અને આગામી સમયમાં અમદાવાદ દેશમાં શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ધરાવતું શહેર બનશે.તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની ચર્ચા કરી અને ખેલમહાકુંભમાં લાખો ખેલાડીઓની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી.

    ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રેડાઈ અમદાવાદ–GIHEDના 20મા પ્રોપર્ટી શો ‘ઓલિમ્પિયાડ’નું ઉદ્ઘાટન કર્યું છે, જે તા. 11 જાન્યુઆરી સુધી ચાલશે અને જેમાં 400થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, GIHEDના પદાધિકારીઓ તથા રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply