Skip to main content
Settings Settings for Dark

ફરહાને અકસ્માતમાં ગુમાવ્યા બે હાથ, મોંથી પેપર લખી લાવ્યો 71 ટકા

Live TV

X
  • અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને ભુજના એક વિધાર્થીએ સાર્થક કરી છે. અકસ્માતમાં બન્ને હાથ ગુમાવનાર ફરહાન કુંભાર નામના વિધાર્થીએ હિંમત હાર્યા વગર અનોખી સિદ્ધિ મેળવી છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં મોઢાંમાં પેન રાખીને પેપર લખીને 71 ટકા મેળવી અન્ય વિધાર્થી માટે પણ પ્રેરણા પુરી પાડી છે.

    ભુજના ફરહાન કુંભારનો થોડા વર્ષો પહેલાં અકસ્માતમાં જીવ બચી ગયો પરંતુ કુદરતે તેના બંને હાથ છીનવી લીધા હતા. આ વિદ્યાર્થીએ હિંમત હાર્યા વગર  વિધાર્થીએ બોર્ડની પરીક્ષામાં 71 ટકા મેળવી સૌકોઈને ચોંકાવી દીધા છે કારણકે આ વિધાર્થીએ બોર્ડના તમામ પેપર મોઢા વડે લખી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વિધાર્થીએ હાથ ગુમાવ્યા બાદ પહેલા પગથી લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી હતી પરંતુ તેમાં સફળતા નહીં મળતા યુવકે મોઢા વડે લખવાનો પ્રયાસ કર્યો જેમાં તેને સફળતા મળી છે. 

    આ સફળતાનો યસ ફરહાન પોતાના માતા પિતા ટ્યુશન ક્લાસ સંચાલક સોનેજી તથા પૂર્વ ગણિત શિક્ષક વિજ્ઞાન શિક્ષક એવા ઈસ્માઈલભાઈ સોનેજીનો રૂણી રહેશે. આજના સમયમાં વિધાર્થી ધાર્યું પરિણામ નહીં મળવાના કિસ્સામાં વિધાર્થી જીવન ટૂંકાવી દેવાના પ્રયાસો કરતા હોય છે. તેવામાં વિધાર્થીએ જીવનમાં હાર માન્યા વગર અથાત મહેનત થકી સફળતા મેળવી શકાય તેવું આ વિધાર્થીએ સાબિત કર્યું છે.

    ફરહાનની મહેનત રંગ લાવી છે ધોરણ 10ના પરિણામ બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે હવે તેમને આગામી દિવસોમાં CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેનો પરિવાર પણ ફરહાન ને તેની મંજિલ સુધી પહોંચાડવા માટે મન બનાવી લીધું છે. 

    ઉતરાયણમાં પતંગ લેવા માટે જતાં ત્યારે વીજલાઈનથી શોર્ટ લાગવાથી તેના બન્ને હાથ ગુમાવ્યા હતા ફરહાનએ તેમ છતાં પણ હાર માની નથી પોતાના બન્ને હાથ નહીં હોવા છતાં પણ વિધાર્થીએ મોંઢાથી  પેપર લખી અન્ય વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply