Skip to main content
Settings Settings for Dark

રમત ગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

Live TV

X
  • રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આયોજિત ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન થયું છે. 

    ગુજરાત અને ભારતભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન અને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરનાર પ્રથમ રાજ્ય પણ બન્યું છે. એટલું જ નહિ, દેશના વિવિધ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ કોન્કલેવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એ આ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની પણ  સફળતા દર્શાવે છે.

    ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અંગે વાત કરતા રમત ગમત મંત્રીએ કહ્યું હતું કે, આ કોન્ક્લેવ સ્પોર્ટ્સ  સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આ કોન્ક્લેવમાં પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર તરફથી રૂ. 25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે, જેનાથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને ખૂબ પ્રોત્સાહન મળશે, એવું તેમણે ઉમેર્યું હતું.

    શક્તિ દૂત યોજના અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, શકિત દૂત યોજનામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમે રાજ્યના બે લાખથી વધુ ખેલાડીઓને ઈ-મેલ મારફતે શક્તિ દૂધ યોજનામાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ, એ માટેના સૂચનો મંગાવ્યા હતા. જેમાં 80 ટકાથી વધુ સૂચનોનો આ યોજનામાં અને પોલીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આવનારા સમયમાં નવા બદલાવ સાથે શક્તિ દૂત યોજના લોન્ચ કરવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply