રાજકોટમાં અણીયારા ગામમાં તુવેરની ખેતી વચ્ચે ગાંજાનું વાવેતર
Live TV
-
રાજકોટ શહેર આજીડેમ પોલીસ દ્વારા અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે કરવામાં આવેલ ગાંજાની ખેતી ઝડપી પાડવામા આવી છે. જેમાં ગાંજાના 64 છોડ ઝડપી પાડી ભીનો અને સૂકો મળી કુલ 1.11 કરોડ કિંમતનો 223 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. વાવેતર કરનાર આરોપી હના સવા ગાબુની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીને દેવું થઇ જતા છેલ્લા દોઢ વર્ષથી પોતે ગાંજાની ખેતી કરતો હોવાનું સામે આવ્યું છે. આ માટે તેને તેના કાકાએ પ્રેરણા આપી ગાંજાનું બીજ વાવેતર કરવા આપ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
