રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધારો
Live TV
-
મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ડેમની સપાટી ઉપર આવી.
રાજ્યમાં હજુ વિધિવત ચોમાસાની શરૂઆત નથી થઈ પરંતુ ઉપરવાસમાં સારા વરસાદને કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધી છે.મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ડેમની સપાટી ઉપર આવી છે.અને હજુ પણ વધુ પાણી છોડવામાં આવશે.હાલ ડેમની જળ સપાટી 106.20 મીટર થઈ છે.અને તેમાં 3, 331 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.તો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ,ડેડસ્ટોરેજ ક્ષમતા 3,164.62 મિલિયન ક્યૂબિક મીટરની છે.તો ડેમમાંથી IBPT 3,075 ક્યુસેક પાણી લેવામાં આવશે અને 2,497 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે.ડેમની જળ સપાટીમાં થઈ રહેલા વધારાને જોતા ગુજરાતના માથે હવે કોઈ જળ સંકટ જેવો માહોલ નહીં રહે, તેમ મનાય છે.
