Skip to main content
Settings Settings for Dark

વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલી સંબોધન

Live TV

X
  • વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 9 દિવસ સુધી ચાલુ રહેનાર આ મહોત્સવમાં અંદાજે 25 લાખથી વધુ હરિભક્તો આવવાના છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલ ધામમાં કાર્તિકી સમૈયાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. આજે પાંચમા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા. પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ આગમન સમયે સૌએ ધ્વજ લહેરાવીને સ્વાગત કર્યું હતું. આ બાદ વડતાલના મુખ્ય કોઠારી ડો સંતવલ્લભદાસ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જે બાદ વડતાલ મંદિરના 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું હતું.

    ભગવાન સ્વામીનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યકિત જાણે છે કે, આ પરંપરા સામે મારો સંબંધ કેટલો ઉંડો છે. અમારા રાકેશજી સાથે મોરો સંબંધ કેટલો જૂનો છે તે ક્યારેક તમને બતાવશે. આ સંબંધ આત્મીક પણ છે, આધ્યાત્મિક પણ છે અને સામાજિક પણ છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે સંતોનું સાનિધ્ય અને સત્સંગ મારા માટે સહજ ઉપલબ્ધ રહેતો હતો. સ્વામીનારાયણ ભગવાનની કૃપાથી આજે પણ પણ કોઈના કોઈ રૂપે તે ક્રમ તો ચાલ્યો જ રહે છે. અનેક પ્રસંગોએ મને સંતોના આશીર્વાદ મળતા રહ્યા છે.

    દ્વિશતાબ્દી મહોત્સવ સમયે ભારત સરકારે ખાસ બહાર પાડેલા 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરાયું છે. 44 ગ્રામનો આ સિક્કો છે, ગોલ્ડ પેલ્ટીન છે, ચાંદીના સિક્કાનું મહોત્સવના મુખ્ય સભામંડપમાં લોકાર્પણ થયું છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથેના આ સિક્કાનું અનાવરણ થતાં હરિભક્તોએ તાળીયો સાથે વધાવી લીધા છે.

    આગામી દિવસોમાં પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ મેળો યોજાવાનો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ કુંભ મેળામાં 40 કરોડથી વધુ લોકો આવવાના છે. ત્યારે હું તમને આગ્રહ કરું છું કે, વિશ્વના અનેક દેશોમાં તમારા મંદિર છે. ત્યારે ત્યાં જે વિદેશી લોકો છે તેઓને કુંભમેળાનું મહત્વ સમજાવવામાં આવે. વિદેશમાં આવેલી તમારી શાખામાંથી ઓછામાં ઓછા 100 લોકો વિદેશી લોકોને કુંભમેળામાં દર્શન માટે લાવવામાં આવે. આ આખા વિશ્વમાં ચેતના પ્રગટાવવાનું કામ છે. તે તમે આસાનીથી કરી શકો છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply