વર્ષ 2023માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી 12,710 જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ
Live TV
-
રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે.
વિધાનસભામાં વર્ષ-2023ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલ ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં12,710 જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ 2023માં TAT પાસ કરેલ 5,277 ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને 3071ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ. હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 25,880 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 16,894 શિક્ષકો ફરજરત છે.
રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં 97.76% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 84.12% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ હોવાનું મંત્રી એ ઉમેર્યું હતું.
