Skip to main content
Settings Settings for Dark

“સમસ્યાનું સમાધાન સુવિધા સાથે તેનું નામ સ્ટાર્ટઅપ” - શિક્ષણમંત્રી

Live TV

X
  • અમદાવાદમાં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત હબનો શુભારંભ થયો, ગુજરાતમાંથી ૧૩૩ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સમાં ૧૬૧ રજીસ્ટ્રેશન નોંધાયા.

    રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થિઓને રાજ્યસ્તરે એકઠા કરીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી - SSIP અંતર્ગત સ્વવ્યવસાય, ઈન્ટલ એક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનું માર્ગદર્શન પ્રોડક્ટ ડિઝાઈન અને માર્કેટીંગ જેવા અનેક વિષયોની વિગતવાર માહિતી મળી શકે તેમજ જુદા-જુદા વિષયો પર સ્ટાર્ટઅપની શરૂઆત કરનારા વિદ્યાર્થીઓ એકજ પ્લેટફોર્મ પર સંવાદ કરી શકે તે માટે અમદાવાદમાં KGC ખાતે SSIP હબ સેન્ટરને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. છેલ્લા ચાર વર્ષ થી સ્ટાર્ટઅપનું કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે તેનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ વાતને આજે સમગ્ર દેશે આગળ વધારી છે અને તેથી કંઈક અલગ કરી શકવાની આવડત ધરાવતા વિદ્યાર્થીઓને સોનેરી ભવિષ્ય બનાવવાની ખૂબજ સારી તક સાંપડી છે.

    સ્ટાર્ટઅપ એક તક છે એક વિચાર છે અને આ વિચાર સપ્ટેમ્બર-૨૦૧૭ થી અમલમાં મુક્યો ત્યારથી તેને કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો તરફથી ઘણો સારો સહયોગ આપવામાં આવી રહ્યો છે. ટેક્નોલોજીના જમાનામાં હવે આવડત અને બુધ્ધિ પર કોઈનો ઈજારો રહ્યો નથી પરંતુ જે મહેનત કરશે તે સફળ બનશેજ એમ વિદ્યાર્થિઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે, તમારામાં રહેલી આવડત અને પ્રતિભાનો અહીં ખુબ ઉપયોગ કરો. સરકાર હંમેશાં તમારી પડખેજ છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ માનવજાત માટે ઘણી ઉપયોગી બની રહી છે અને એ માટે તેમણે ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

    મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, સુવિધાઓ વધી તેની સાથે-સાથે આજે કેટલીક સમસ્યાઓ પણ વધી છે અને આવી કોઈપણ સમસ્યાઓના ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર રહી છે. વર્તમાન સમયનું જળ સંચય આભિયાન એ પાણી બચાવો માટેનું સ્ટાર્ટઅપ જ છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
    રાજ્ય સ્તરે નિર્માણ કરાયેલા ગુજરાત સ્ટુડન્ટ ઈનોવેશન હબ (SSIP) અંતર્ગત ૧૩૩ સ્ટાર્ટઅપ અને ૧૬૧ ઈનોવેશન્સનું રજીસ્ટ્રેશન થયુ હતુ . તથા યોજાયેલા પ્રદર્શન તેમજ હબ સેન્ટરને મંત્રીના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તદઉપરાંત મંત્રીના હસ્તે વેબ પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ એક્સપોઝર અને હેન્ડ હોલ્ડીંગ મેળવી શકશે.

    આ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત વિષયો પર યોગ્ય માર્ગદર્શન મળી શકે તે માટે લેક્ચર્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે ભારતની અગ્રગણ્ય શૈક્ષણીક સંસ્થાઓ જેવીકે, IIM–A,NID,EDII,GNLU, DAIICT વગેરે માંથી જે-તે વિષયના નિષ્ણાંતો સાથે વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ સંબંધિત ચર્ચા-વિચારણા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply