Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં કુદરતનો 'સ્નો બોમ્બ': બર્ફિલા તોફાનથી 20 રાજ્યોમાં ઈમરજન્સી

Live TV

X
  • અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં હાલ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એક શક્તિશાળી બરફીલા તોફાન 'ફર્ન'એ સમગ્ર દેશને બાનમાં લીધો છે. ભારે હિમવર્ષા, કાતિલ પવન અને થીજવી દેતા તાપમાનને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ આફતને પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરી છે.

    અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં હાલ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એક શક્તિશાળી બરફીલા તોફાન 'ફર્ન'એ સમગ્ર દેશને બાનમાં લીધો છે. ભારે હિમવર્ષા, કાતિલ પવન અને થીજવી દેતા તાપમાનને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ આફતને પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરી છે.

    અડધું અમેરિકા 'અલર્ટ' પર
    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમેરિકાની અડધાથી વધુ વસ્તી એટલે કે લગભગ ૧૯ થી ૨૩ કરોડ લોકો હાલ હવામાન વિભાગના 'રેડ એલર્ટ' હેઠળ છે. રોકી માઉન્ટેનથી લઈને ન્યૂ ઈંગ્લેન્ડ સુધીના ૩૭ રાજ્યોમાં હિમવર્ષા અને બરફીલા વરસાદની આગાહી કરવામાં આવી છે. ન્યૂ મેક્સિકો, ટેક્સાસ, મિડવેસ્ટ અને મિડ-એટલાન્ટિક વિસ્તારોમાં ૧૨ થી ૨૦ ઇંચ જેટલી હિમવર્ષા નોંધાઈ શકે છે.

    હવાઈ અને માર્ગ વ્યવહાર ઠપ્પ
    આ તોફાનની સૌથી મોટી અસર મુસાફરી પર પડી છે. શનિવારથી સોમવાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૪,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ખાસ કરીને ન્યૂયોર્કનું લાગાર્ડિયા, ડલાસ-ફોર્ટ વર્થ અને એટલાન્ટા જેવા વ્યસ્ત એરપોર્ટ્સ પર ૮૦% થી વધુ કામગીરી બંધ રાખવી પડી છે. અનેક હાઈવે પર બરફની ચાદર પથરાઈ જવાથી માર્ગ અકસ્માતોનું જોખમ વધ્યું છે, જેના કારણે સત્તાધીશોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

    લાખો ઘરોમાં વીજળી ગુલ
    ભારે બરફ અને પવનને કારણે પાવર લાઈનોને ભારે નુકસાન થયું છે. ટેક્સાસ, લ્યુઇસિયાના અને સાઉથ કેરોલિના જેવા રાજ્યોમાં ૧,૩૦,૦૦૦ થી વધુ ઘરો અને વ્યવસાયિક એકમોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ટેક્સાસમાં વર્ષ ૨૦૨૧ જેવી ગ્રીડ ફેલિયરની સ્થિતિ ન સર્જાય તે માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉર્જા મંત્રાલયને બેકઅપ જનરેશન તૈનાત કરવા આદેશ આપ્યો છે.

    કાતિલ ઠંડી અને જોખમ
    હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પવનને કારણે તાપમાન માઈનસ ૨૦ થી ૩૦ ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર ડકોટા અને મિનેસોટા જેવા રાજ્યોમાં એવી સ્થિતિ છે કે માત્ર ૫-૧૦ મિનિટ બહાર રહેવાથી 'ફ્રોસ્ટબાઈટ' (શરીરનું અંગ થીજી જવું) થઈ શકે છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંદેશ: "મેં અનેક રાજ્યો માટે ઇમરજન્સી જાહેર કરી છે અને ફેમા (FEMA) ને સક્રિય કરી છે. અમે ગવર્નરો સાથે સતત સંપર્કમાં છીએ. દરેક નાગરિક સુરક્ષિત રહે અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply