અમેરિકા-ઉ.કોરિયા વચ્ચે સંબંધો સુધર્યા, ટ્રમ્પનું કિમને વ્હાઈટ હાઉસ આવવા આમંત્રણ
Live TV
-
કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ઐતિહાસિક મુલાકાત
ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે નવી ઉંચાઈ તરફ આગળ વધી રહ્યા છે.અત્યાર સુધી બન્ને દેશો વચ્ચેના તણાવભર્યા સંબંધો વચ્ચે પહેલીવાર અમેરિકાના પ્રમુખ ઉત્તર કોરિયાની ધરતી પર પહોચ્યા..ડોનાલ્ડ ટ્ર્મ્પે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે 1950-53ના યુદ્ધ પછી બનેલી ડી-મિલિટરાઈઝ઼્ડ ઝોન સહરદે ઉ.કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક મુલાકાત કરી હતી.આ મુલાકાતમાં બન્ને નેતાઓ વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ફેબ્રુઆરીમાં વિયેતનામમાં અટકી પડેલી વાતચીત ફરીથી શરૂ કરવા સહમતિ સધાઈ હતી..જી-20 સમિટ માટે જાપાન પહોચેલા ટ્રમ્પે શનિવારે અચાનક ઉત્તર કોરિયા પહોચી ગયા હતા.
