Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ થયા

Live TV

X
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ઇઝરાયલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણીની જરૂરિયાતોને વ્યાપકપણે સંતોષી છે, તેના અનુભવ જ્ઞાન અને ગુજરાત- ઇઝરાયલ વચ્ચે સહભાગિતાની તકો વિકસાવીને ગુજરાતમાં કોઇ જળ સમસ્યા ન રહે તેવું આયોજન કરવું છે. રાજ્યના મહાનગરો અને વિકસી રહેલા નગરોમાં ઇઝરાયલની આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજીથી વધુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રીકરણ અને ટ્રીટમેન્ટ કરી તેને પીવાના ઉપયોગ સિવાય પુનઃવપરાશ ઉપયોગ થઈ શકે. અન્ય એક કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ થયા છે. ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે થયેલા આ સમજૂતિ કરારના ભાગરૂપે ગુજરાતમાં આધુનિક સ્માર્ટ સિટી વિકસાવવાની દિશામાં એમ-પ્રેસ્ટ પ્રક્રિયા હાથ ધરશે. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન ગુજરાત-ઇઝરાયલ વચ્ચે સ્માર્ટ અને સેફ સિટીઝના મુદ્દે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply