જર્મનીના ચાન્સેલર એંગેલા મર્કેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
Live TV
-
જર્મનીના ચાન્સેલર એંગેલા મર્કેલે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ 5મી દ્વિવાર્ષિક અંતર-સરકારી પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બંને દેશો વચ્ચે મહત્વના કરારો થયા હતા. જર્મનીના ચાન્સેલર હાલમાં ભારતની યાત્રા પર છે. તેમણે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની બેઠકની સાથે સાથે મહત્વના કરારોનું આદાન પ્રદાન પણ થયું હતું.
જર્મનીના ચાન્સેલર અને ભારતીય નેતાઓ વચ્ચેની બેઠક દરમ્યાન ભાગીદારી, વ્યાપાર, નિવેશ અને કૃષિ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમ્યાન વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો અને બંને દેશો વચ્ચેના સંપર્ક તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
જર્મનીના ચાન્સેલરની સાથે જર્મનીના ઘણા મંત્રીઓ અને સંઘીય સરકારના રાજ્ય સચિવો ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે છે. તેમની આ યાત્રાથી ભારત અને જર્મની વચ્ચેના સંબંધો મજબૂત થશે.
