આજથી બદરીનાથ ધામના કપાટ ખૂલ્યાં, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા
Live TV
-
સવારે વહેલા બ્રહ્મમૂર્હુતમાં એટલે કે 4.15 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા.
પૂજા - અર્ચના અને જયકારો વચ્ચે આજે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટ ખૂલવાના અવસર પર લગભગ 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામમાં હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ભગવાનના નિર્માણ દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓએ અખંડ જ્યોતિના દર્શન કરી દ્વિત કબલનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ઉદ્ધવ અને કુબેરજીની મૂર્તિને ગર્ભગૃહમાં રાખ્યા પહેલાં મા લક્ષ્મીને ગર્ભગૃહમાંથી બહાર લાવી લક્ષ્મી મંદિરમાં બિરાજીત કર્યા હતા.
