Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈથોપિયાના પ્રધામંત્રીને મળશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશનાં પ્રવાસના બીજા તબક્કા દરમિયાન ઈથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલીને મળશે. આ મુલાકાત પ્રધાનમંત્રી અબી અહેમદના આમંત્રણ પર યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીની ઈથોપિયાની પહેલી મુલાકાત છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલીની મુલાકાત બંને દેશો વચ્ચે ભારત-ઈથોપિયા સંબંધોના વધતા વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકાશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી અબી અહેમદ અલી સાથે રાજકીય જોડાણ, વિકાસ સહયોગ, વેપાર, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. ગ્લોબલ સાઉથમાં ભાગીદારો તરીકે, બંને નેતાઓ મિત્રતાને મજબૂત કરવા અને પરસ્પર લાભ માટે સહયોગ વધારવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપે તેવી અપેક્ષા છે.

    સોમવારે 3 દેશના પ્રવાસની શરૂઆત કરનારા પીએમ મોદી મંગળવારે ઈથોપિયા પહોંચવાના છે. ઈથોપિયાની મુલાકાત બાદ, તેઓ તેમના પ્રવાસના અંતિમ તબક્કા માટે ઓમાન જશે. ઈથોપિયાને આફ્રિકા અને ગ્લોબલ સાઉથમાં ભારત માટે એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર માનવામાં આવે છે. આ મુલાકાત દ્વિપક્ષીય જોડાણને વધુ ઉન્નત બનાવવાની અપેક્ષા છે.

    સોમવારે તેમના પ્રસ્થાન નિવેદનમાં, પીએમ મોદીએ આફ્રિકન યુનિયનના મુખ્ય મથક તરીકે આદિસ અબાબાના મહત્વ પર પ્રકાશ પાડ્યો, નોંધ્યું કે 2023માં ભારતના G20 પ્રમુખપદ દરમિયાન, આફ્રિકન યુનિયનને G20ના કાયમી સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી અબીય અહેમદ સાથે વિગતવાર ચર્ચા કરવા, ભારતીય ડાયસ્પોરાના સભ્યોને મળવા અને ઈથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધવા માટે આતુંર છે.

    "હું 'લોકશાહીની માતા' તરીકે ભારતની યાત્રા અને ભારત-ઈથોપિયા ભાગીદારી વૈશ્વિક દક્ષિણમાં લાવી શકે તેવા મૂલ્ય પર મારા વિચારો શેર કરવા માટે આતુર છું," વડા પ્રધાને કહ્યું.વડાપ્રધાન અબી અહેમદ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના અગાઉના સંસ્કરણોમાં અગ્રણી સહભાગી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દક્ષિણ-દક્ષિણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને આફ્રિકા સાથે તેની ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply