આતંકવાદ મુદ્દે કડક હાથે લો કામ, સરહદીય સુરક્ષા માટેની સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીનો સ્પષ્ટ નિર્દેશ
Live TV
-
આતંકવાદ, હથિયારોની દાણચોરી, માદક દ્રવ્યો અને પશુઓની તસ્કરી પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ-અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં સીમા સુરક્ષાની વર્તમાન સ્થિતિ અને તેને શ્રેષ્ઠ બનાવવાના પગલાંની સમીક્ષા માટે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે આતંકવાદ, ઉગ્રવાદ, ભ્રષ્ટાચાર, હથિયારો, નશીલા પદાર્થો અને પશુઓની તસ્કરી પ્રત્યે ઝીરો ટોલરન્સની નરેન્દ્ર મોદી સરકારની નીતિને પૂરી તત્પરતાથી લાગુ કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ટોચના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ આવી ગતિવિધી સામે કડક કાર્યવાહી અને પગલા ભરે. કેન્દ્રિય ગૃહમંત્રીએ મહાનિદેશકોને એ પણ નિર્દેશ આપ્યો હતો કે, તેઓ સીમા સુરક્ષાને પ્રભાવિત કરનાર તમામ મુદ્દાની ઓળખ કરે અને તે સંબંધમાં મંત્રાલયને વિસ્તૃત કાર્ય યોજના રજૂ કરે. અમિત શાહે કહ્યું કે, સરહદ ઉપર ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓને શ્રેષ્ઠ રહેણાંક , તબીબી અને તાલીમની સુવિધા અપાશે.
