કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે મધ્યપ્રદેશના પ્રવાસે જશે
Live TV
-
ગરીબ કલ્યાણ મહાઅભિયાન અંતર્ગત પ્રદેશ સરકારના 20 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ અને ગરીબ કલ્યાણ યોજનાઓ વિશે રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે મધ્યપ્રદેશના પ્રવાસે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી ગરીબ કલ્યાણ મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકારના 20 વર્ષના કાર્યકાળ અંતર્ગત ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રીપોર્ટ કાર્ડ આપશે. સાથે તેઓ ગ્વાલિયરમાં આયોજીત બ્રુહદ પ્રદેશ કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વિષ્ણુદત્ત શર્માએ આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસથી ભાજપા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોના જીવન બદલાનું કાર્ય કર્યું છે.
