દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી
Live TV
-
દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર યથાવત રહે તેવી શક્યતા છે.
ઉત્તર અને મધ્ય ભારતમાં પણ વરસાદ
ઉત્તર ભારતમાં પણ વરસાદી માહોલ રહેશે. પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
આંદામાન-નિકોબાર ટાપુઓ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ અને તેલંગાણામાં પણ વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આથી, સંબંધિત વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
