Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી આજથી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની મુલાકાતે

Live TV

X
  • પીએમ મોદી આજથી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની મુલાકાતે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે છે. પોતાની આ મુલાકાતની શરૂઆત તેઓ સૌપ્રથમ આંધ્રપ્રદેશથી કરશે, જ્યાં તેઓ વિજયનગરમ જિલ્લાના ભોગપુરમ ખાતે આશરે ₹18,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ:

    પ્રધાનમંત્રી ભોગપુરમ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ'નું ઉદ્ઘાટન કરશે, જેનાથી પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટીને વેગ મળશે.

    વિશાળ વિકાસ કાર્યો: આ મુલાકાત દરમિયાન એવિએશન, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને રોડ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરવામાં આવશે.

    કર્ણાટક મુલાકાત: 

    આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુર ખાતે પણ જશે, જ્યાં તેઓ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે 'સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર' (વિવેક સ્મારક) નું ઉદ્ઘાટન કરશે.  

    આ વિકાસ કાર્યોથી દક્ષિણ ભારતમાં રોજગારીની તકો વધવાની સાથેસાથે આર્થિક ગતિવિધિઓને પણ મોટું પ્રોત્સાહન મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
apply