Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કર્યો

Live TV

X
  • મહિલાઓને ડ્રોન ઉડાડવા અને તેનો ઉપયોગ કરવા માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.આગામી ત્રણ વર્ષ દરમિયાન મહિલા સ્વ-સહાય જૂથોને 15 હજાર ડ્રોન આપવામાં આવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થી સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં વિકસિત ભારત અંતર્ગત રથ ગામેગામ આવી રહ્યા છે તો હજુસુધી જે લાભાર્થીને સરકારી યોજનાનો લાભ લેવાનો  બાકી રહ્યો હોય તેમને લાભ લેવા માટે આહ્વાન કહ્યું હતુ.

    દેશભરમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અને લાભો નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી શરૂ કરાઈ છે. મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ દિશામાં વધું એક પગલું ભરતાં પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો શુભારંભ કર્યો હતો. મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરશે. જેથી મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ રોજગાર માટે કરી શકે. આગામી ત્રણ વર્ષો દરમિયાન મહિલા સ્વ-સહાય જૂથોને 15 હજાર ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાડવા અને તેનો ઉપયોગ કરવા માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. મહિલા કિસાન ડ્રોન કેન્દ્રની પહેલ કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી એઈમ્સ દેવઘરમાં ઐતિહાસિક 10 હજારમાં જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ. આ સિવાય પ્રધાનમંત્રી દેશમાં જન ઔષધિ કેન્દ્રની સંખ્યા જે 10 હજારથી વધારીને 25 હજાર સુધી પહોંચાડવા માટેના કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવ્યો. 

    વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ સંકલ્પ રથો સાથે રાજ્યના જિલ્લાઓમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અને લાભો નાગરિકો સુધી પહોંચાડી રહ્યા છે.અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં સનાથલ, વિરમગામના જખવાડા અને ધોળકાના બદરખા ખાતેથી વિકસિત ભારત રથો જિલ્લામાં સંકલ્પ યાત્રાની શરૂઆત કરશે. જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના નેતૃત્વમાં જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ ગઇ.

    આણંદ જિલ્લામાં 1 ડિસેમ્બરથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો આરંભ થશે. વડોદરા શહેરમાં 29 તારીખથી  શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પયાત્રા આજે કમાટીપૂરા સ્લમ વિસ્તારમાં ફરી હતી. સંકલ્પ યાત્રામાં વિવિધ લાભાર્થીઓને લાભોથી લાભાન્વિત કરાયા હતા. 
    ડાંગ જિલ્લામાં પહેલી ડિસેમ્બરે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે. જ્યાં કેન્દ્રીય મંત્રી સોમ પ્રકાશ આ યાત્રાની મુલાકાતે આવશે. સાબરકાંઠામાં આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થશે. જિલ્લાના 8 તાલુકાના 518 ગામોને આવરી લઈ  લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે.મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાનાભેલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થતા ગ્રામજનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું.        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply