બેંગલુરુમાં યોજાઇ રહેલી G-20 ડિઝિટલ અર્થવ્યવસ્થા મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ
Live TV
-
ભારતમાં જનધન બેન્ક એકાઉન્ટ, આધાર અને મોબાઈલથી આવી આર્થિક ક્રાંતિ : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લુરૂમાં આયોજીત G-20 ડીજીટલ અર્થવ્યવસ્થા મંત્રી સમૂહની બેઠકમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું ડિજિટલ પરિવર્તન તેની નવીનતામાં અવિશ્વસનીય માન્યતા અને ઝડપી અમલીકરણ માટેની તેની પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે.
રાષ્ટ્ર શાસનમાં પરિવર્તન લાવવા અને તેને વધુ કાર્યક્ષમ, સમાવિષ્ટ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યું છે. બેંગ્લુરૂમાં ચાલી રહેલ ચોથી ડીજીટલ અર્થવ્યવસ્થા મંત્રી સમૂહની બેઠકમાં બેઠક સંબંધિત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે અને બેઠક બાદ એક સંયુક્ત વક્તવ્ય બહાર પાડવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ડિજિટલ પેમેન્ટમાં પણ સૌથી આગળ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાંથી 45 ટકા ભારતમાં થાય છે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હવે દેશમાં સરકારી સહાયના લાભો સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં આવ્યો છે અને $33 બિલિયનથી વધુની બચત થઈ છે.
