મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજથી 23મી માર્ચ સુધી પોષણ પખવાડિયુ 2024નું આયોજન કરી રહ્યું છે
Live TV
-
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજથી 23મી માર્ચ સુધી પોષણ પખવાડિયુ 2024નું આયોજન કરી રહ્યું છે.
આ દરમિયાન, પોષણ ભી પઢાઈ ભી, સગર્ભા સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની સંભાળ પર કેન્દ્રિત આહાર પ્રથાઓ સહિતની વિષય વસ્તુ પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે.
જેમાં મિશન લાઇફ દ્વારા પોષણમાં સુધારો કરવો અને આંગણવાડી કેન્દ્રોમાં બાજરી અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે. મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0નો એક મુખ્ય ઉદ્દેશ્ય જન ભાગીદારી દ્વારા વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે પોષણ-સંબંધિત વર્તન પરિવર્તન હાંસલ કરવાનો છે.
