Skip to main content
Settings Settings for Dark

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન મનોજ સોનીએ રાજીનામું આપ્યું

Live TV

X
  • યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેમણે પદ છોડતાં કહ્યું હતું કે હું મારા અંગત કારણોસર આ પદ છોડી રહ્યો છું. નોંધનીય છે કે મનોજ સોનીનો કાર્યકાળ હજુ 5 વર્ષ બાકી હતો. 2017માં તેઓ યુપીએસસીના સભ્ય બન્યા હતા અને 16 મે 2023ના રોજ તેમને યુપીએસસીનું અધ્યક્ષ પદ સોંપાયું હતું.

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના અધ્યક્ષ મનોજ સોનીએ, તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.

    2017થી આયોગના સભ્ય તરીકે સેવા આપ્યા પછી સોનીએ 16 મે, 2023 ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અધ્યક્ષનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે. મનોજ સોની, આયોગનો ભાગ બનતા પહેલા બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

    કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓ યોજવામાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે. કમિશન સામાન્ય રીતે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારોની ભલામણ કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply