Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટને મળ્યા 2 નવા જજ, જસ્ટિસ એન કોટીશ્વરસિંહ અને જસ્ટિસ આર મહાદેવને લીધા શપથ

Live TV

X
  • જસ્ટિસ એન કોટીશ્વરસિંહ અને જસ્ટિસ આર મહાદેવનને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા છે. બંને ન્યાયાધીશોના શપથ ગ્રહણ સાથે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની કુલ સંખ્યા 34 થઈ ગઈ છે.

    જસ્ટિસ એન કોટીશ્વરસિંહ મણિપુરના પ્રથમ વ્યક્તિ છે જેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જસ્ટિસ એન કોટીશ્વરસિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. જસ્ટિસ એન કોટીશ્વરસિંહ અને જસ્ટિસ આર મહાદેવને શપથ લીધા તે સમયે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો હાજર રહ્યા હતા. 

    કોણ છે જસ્ટિસ કોટીશ્વરસિંહ? 
    જસ્ટિસ કોટીશ્વર સિંહ ફેબ્રુઆરી 2023થી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તે મૂળ મણિપુરના છે. જસ્ટિસ કોટીશ્વરનો જન્મ 1 માર્ચ, 1963ના રોજ ઈમ્ફાલમાં થયો હતો. તેમના પિતાનું નામ એન. ઈબોટોમી સિંહ છે. જ્યારે માતાનું નામ એન. ગોમતી દેવી છે. જસ્ટિસ કોટીશ્વરના પિતા ગુવાહાટી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. સ્વર્ગસ્થ ઈબોટોમીસિંહ મણિપુરના પ્રથમ એડવોકેટ જનરલ પણ હતા.

    કોણ છે જસ્ટિસ મહાદેવન?
    જસ્ટિસ મહાદેવન મે 2024થી મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે મદ્રાસ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમણે 1989માં વકીલ તરીકે હાઈકોર્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે. તેમણે તમિલનાડુ સરકાર માટે વધારાના સરકારી સલાહકાર  તરીકે અને મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકાર માટે સ્થપાયેલી સ્થાયી સલાહકાર અને વરિષ્ઠ પેનલ કાઉન્સિલ તરીકે કામ કર્યું છે. તેમને 2013માં હાઈકોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયાધીશોની નિમણૂક કરી
    કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નીચેના લોકોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતાં.” તેમણે પોતાના ટ્વીટ સાથે એક પોસ્ટ શેર કરી  જેમાં જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનના નામનો ઉલ્લેખ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply