BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે. નાદિયા જિલ્લામાંથી પરિવર્તન રેલીની શરૂઆત થશે. પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન જે પી નડ્ડા માલદા જિલ્લાના શાહપુર ગામમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો સાથે બપોરનું ભોજન કરશે. તેઓ માલદામાં જ ફુવારા રોડથી રવિન્દ્રનાથ ઠાકુરની પ્રતિમા સુધી રોડ શો પણ કરવાના છે. ભાજપ અધ્યક્ષ નડ્ડા ભક્તિ આંદોલનના સંત ચૈતન્ય મહાપ્રભુને પણ શ્રદ્ધાંજલિ આપશે.
