PM મોદીનું હાઈવે પર સફળ લેન્ડિંગ, આસામનો હાઈવે જ યુદ્ધમાં બનશે રનવે!
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે તેમના એક દિવસીય આસામ પ્રવાસ માટે ડિબ્રુગઢ જિલ્લાના ચબુઆ એરફિલ્ડ ખાતે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર એરફિલ્ડ અને આસપાસના વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું હતું. ચબુઆ એરફિલ્ડ ખાતે ઉતરાણ કર્યા બાદ પીએમ મોદી વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ વિમાનમાં સવાર થઈને મોરાન જવા રવાના થયા હતા. ત્યાં તેમણે નેશનલ હાઈવે-37 પર બનેલી પૂર્વોત્તર ભારતની પ્રથમ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઐતિહાસિક લેન્ડિંગ કર્યું હતું. આ સાથે પીએમ મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન બન્યા છે જેમનું વિમાન આસામમાં એરપોર્ટને બદલે હાઈવે પર ઉતર્યું હોય.

મોરાન બાયપાસ પર ELF નું ઉદ્ઘાટન
ચબુઆ ખાતે ઉતરાણ કર્યા બાદ પીએમ મોદીએ તેમના નિર્ધારિત સમય મુજબ સવારે 10:30 કલાકે ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર સ્થિત ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) નું નિરીક્ષણ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા ઉત્તર-પૂર્વ ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, જે યુદ્ધ કે કુદરતી આફતો દરમિયાન વિમાનોના લેન્ડિંગ માટે રનવે તરીકે કામ કરશે.IAF ના ફાઈટર જેટ્સનું શૌર્ય પ્રદર્શન
ચબુઆ અને મોરાન ખાતે વડાપ્રધાનની હાજરીમાં ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI અને રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટોએ આકાશમાં કરતબ બતાવ્યા હતા. પીએમ મોદીએ એરફિલ્ડ પર વાયુસેનાના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી તેમના જુસ્સાને બિરદાવ્યો હતો.ચબુઆ એરફિલ્ડનું વ્યૂહાત્મક મહત્વ
ચબુઆ એરફિલ્ડ એ ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તર ભારતનું અત્યંત મહત્વનું અને વ્યૂહાત્મક એરબેઝ છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને સ્થાનિક પોલીસ દ્વારા એરફિલ્ડના પરિસરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આગમન પહેલા વાયુસેનાના જવાનો દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.